Tuesday, August 11, 2026
Homeરાજ્યજામનગરજિલ્લામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં ચાર મહિલા સહિત 12 શખ્સો ઝડપાયા

જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં ચાર મહિલા સહિત 12 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ચાર મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે રૂા. 12,800ની રોકડ તથા મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન વિપુલ બોઘા રાઠોડ અને ચાર મહિલા સહિત પાંચ શખ્સોને રૂા. 12,800ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જોડિયા તાલુકાના બેરાજા ગામના બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં જુગાર રમતા ભરતસિંહ લાખાજી પરમાર, રાહુલ બાવા ટોયટા નામના બે શખ્સોને સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 2410ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો ધ્રોલ તાલુકાના લતીપર ગામના ખારાવાડ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિપુલ સવશી વાઘેલા, સુમિત રમેશ વાઘેલા, પ્રભાત દેવાયત કેશુર, પ્રવીણ ગગજી વાઘેલા, પ્રકાશ બટૂક વાઘેલા નામના પાંચ શખ્સોને રૂા. 2400ની રોકડ, ગંજીપન્ના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular