જામનગર શહેરમાં માધવબાગ વિસ્તારમાં રહેતાં બ્રાસપાર્ટના વેપારીના રહેણાંક મકાનમાંથી કબાટની તિજોરી ખોલી અજાણ્યો તસ્કર રૂા. 2,50,000ની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સાંઢિયા પુલ પાસે કનસુમરાના પાટિયા નજીક આવેલા માધવબાગ-6માં શેરી નંબર 6ના ખૂણે રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા અનિલકુમાર કલ્યાણજીભાઇ પરમાર (ઉ.વ.52) નામના વેપારીના રહેણાંક મકાનમાંથી ગત્ તા. 10ના રાત્રિના બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધીના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરે મકાનના રૂમમાં રહેલાં કબાટની તિજોરીમાંથી રૂા. 2,50,000ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. ચોરીની જાણ કરાતાં પીએસઆઇ એન. એમ. કંડોલિયા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.


