Wednesday, July 29, 2026
Homeરાજ્યહાલારકાલાવડના ચાર ભાગીદારોને 25 લાખના ચેક રીટર્ન કેસમાં બે-બે વર્ષની સજા

કાલાવડના ચાર ભાગીદારોને 25 લાખના ચેક રીટર્ન કેસમાં બે-બે વર્ષની સજા

કાલાવડના પરિવારની ભાગીદારી પેઢી તથા ચાર ભાગીદારોને ચેક રીટર્નના કેસમાં અદાલત દ્વારા બે વર્ષની સજા તથા રૂા. 25 લાખના દંડનો હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ જામનગરના પ્રસન્નાબેન પ્રવિણચંદ્ર દોશી પાસેથી કાલાવડ મુકામે મેઈન બજારમાં રસીકલાલ એન્ડ બ્રધર્સના નામથી ભાગીદારી પેઢી ચલાવતા ભાગીદારો નીરવ રાજેશભાઈ વોરા, રીધ્ધીબેન રાજેશભાઈ વોરા, રાજેશભાઈ રસીકલાલ વોરા તથા કિશોરભાઈ રસીકલાલ વોરાએ તેઓના ધંધાકીય જરૂરીયાત માટે ફરીયાદી હેતલબેન દોશી પાસેથી કુલ રૂા. 25,00,000 પારીવારીક સબંધો ના હિસાબે આર્થીક મદદની જરૂરીયાત હોવાથી હાથ ઉછીના લીધાં હતાં. જે રકમ પ્રસન્નાબેન ઘ્વારા પોતાની બેક મારફતે આર.ટી.જી.એસ.થી સને 2017ની સાલમાં આરોપીઓને આપવામાં આવી હતી. જે ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પરત ચુકવવા માટે આરોપીઓ તરફથી પોતાની ભાગીદારી પેઢી ” એન્ડ બ્રધર્સ’ ના નામથી ચાલતી ભાગીદારી પેઢી ના ભાગીદાર તરીકે ભાગીદાર ઘ્વારા સહી કરી ફરીયાદી પ્રસન્નાબેન ને માર્ચ-2018 નો ચેક લખી આપ્યો હતો. જે ચેક ફરીયાદી દ્વારા બેંકમાં મુદતે રજુ કરતા આરોપીઓ તરફથી પોતાની બેંક ને ફરીયાદીને આપેલ ચેકની ચુકવણી અટકાવવા પેમેન્ટ સ્ટોપ કરાવેલ હતુ જેથી મજકુર ચેક ” પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅર” ના શેરા સાથે પરત આવ્યો હતો. જેથી ફરીયાદીએ પોતાના વકિલ મારફતે કાયદાનુસાર નોટીશ આપી માંગણી કરવા છતાં આરોપીઓ તરફથી મજકુર 2કમ પરત આપવામાં આવેલ ન હતી. તેમજ, અમુક આરોપીઓ તરફથી નોટીશનો જવાબ આપી પોતે ભાગીદારી પેઢીમાંથી છુટા થઈ ગયેલ છે અને ફરીયાદીની લેણી રકમ ચુકવવા પોતે જવાબદાર થતા નથી તેઓ બચાવ લઈ જવાબ રજુ કરવામાં આવ્યો હતો. જેથી ફરીયાદીએ જામનગરના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટ સમક્ષ કુલ રૂા. 25,00,000ના ચેક રીર્ટન થવા સબંધે ઉપરોકત વિગતે ભાગીદારી પેઢી તથા તેના તમામ ભાગીદારો સામે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 સોથ વાંચતા 141 મુજબની ફરીયાદ દાખલ કરી હતી.

જે કેસમાં જામનગરનાં પાંચમાં એડિશનલ ચીફ જયુડીશીયલે તમામ આરોપીઓને ગુન્હા માટે તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તથા કુલ રૂમ. 25,00,000 ફરિયાદીને 60 દિવસમાં વળતર તરીકે ચુકવી આપવાનો અને જો તેમાં આરોપીઓ કસુર કરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

- Advertisement -

આ કેસમાં ફરીયાદી તરફે જામનગરના સીનીયર એડવોકેટ બીમલ એચ. ચોટાઈ, સુમિત સોલંકી, નીલ ચોટાઈ તથા મોનીલ ગુઢકા તથા ટ્રેઈની દિપક ચુડાસમા રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular