Wednesday, July 29, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સંતો-મહંતોના આર્શિવાદ મેળવતા મહાનુભાવો - VIDEO

જામનગરમાં સંતો-મહંતોના આર્શિવાદ મેળવતા મહાનુભાવો – VIDEO

ખીજડા મંદિર, મોટી હવેલી, કબીર આશ્રમ સહિતના સ્થળોએ ગુરૂપૂર્ણિમાની ઉજવણી : મેયર, મંત્રી, ધારાસભ્ય, જામ્યુકોના પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ સહિતના ઉપસ્થિત

જામનગર શહેરમાં આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે ખીજડા મંદિર, કબીર આશ્રમ, મોટી હવેલી સહિતના ધાર્મિક સ્થળોએ શહેરીજનોએ દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં. મંત્રી, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ પણ વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચ્યા હતાં.

- Advertisement -

આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરૂ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. ગુરૂ પૂર્ણિમાએ ભકતો પોતાના ગુરૂઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યકત કરી આશિર્વાદ મેળવતા હોય છે. જામનગર શહેરમાં મંદિરો તથા વિવિધ સંસ્થાઓમાં લોકોની ભીડ લાગી હતી. સંસ્થાઓમાં ગુરૂ પૂજન, ભજન કિર્તન સહિતના આયોજનો કરવામાં આવ્યા હતાં. શહેરના 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં શ્રીકૃષ્ણ પ્રણામીધર્માચાર્ય જગતગુરૂ આચાર્ય કૃષ્ણમણી મહારાજના સાનિઘ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. આ ઉપરાંત મોટી હવેલી સાથે પણ ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરૂ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. કબિર આશ્રમમાં પણ સવારથી લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં.

- Advertisement -

રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનીકાબેન વ્યાસ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટે.કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાજપ અગ્રણી ચંદ્રવદનભાઇ સહિતના અગ્રણીઓએ વિવિધ ધાર્મિક સ્થળોએ સાધુ-સંતોના આર્શિવાદ મેળવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular