કાલાવડ ગામમાં રહેતાં ખેડૂત વૃદ્ધના બાઇકની ડેકી બે તસ્કરોએ કોઇ સાધન વડે ખોલી તેમાંથી રૂા. 1,22,000ની રોકડ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ કાલાવડ ગામમાં રણુજા રોડ પર બોમ્બે માર્કેટની પાછળ રહેતા ગોરધનભાઇ જેઠાભાઇ ચીકાણી (ઉ.વ.73) નામના વૃદ્ધ ખેડૂતનું જીજે 36 ઇ 2270 નંબરનું બાઇક ગઇકાલે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં સિનેમા રોડ ઉપર ગુજરાત ગ્રામીણ બેન્કની સામે પાર્ક કરેલું હતું. તે દરમ્યાન બે અજાણ્યા તસ્કરોએ કોઇ સાધન વડે બાઇકની ડેકી ખોલીને તેમાં રહેલી રૂા. 1,22,000ની રોકડ રકમ ચોરી કરી ગયા હતા. આ અંગેની ખેડૂત દ્વારા જાણ કરાતા પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફએ બે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તથા આજુબાજુના વિસ્તારોમાં તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.


