જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી બાઇક પર પસાર થતાં વૃદ્ધને આંતરીને ત્રણ શખ્સોએ છરી અને પાઇપ વડે
હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં નવી નિશાળની બાજુમાં રહેતાં મહમદભાઇ યુસુફભાઇ ખફી (ઉ.વ.65) નામના વૃદ્ધ શનિવારે બપોરના સમયે તેના બાઇક પર જતા હતા ત્યારે સાહીદ ફીરોજ ખીરા, વસીમ સલીમ ખીરા, અલફાન ગફાર ખીરા નામના ત્રણ શખ્સોએ વૃદ્ધને આંતરીને છરી, પાઇપ અને લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એન એમ ઝાલા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


