દુબઇથી મુંબઇ જતી ફલાઇટનું રાજકોટ એરપોર્ટ ખાતે ઇમરન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. દુબઇથી 194 મુસાફરો સાથે મુંબઇ જવા રવાના થયેલી ઇન્ડીગો 1452 નંબરની ફલાઇટમાં અચાનક કાર્ગો વિભાગમાં ધુમાડો નિકળવા લાગ્યો હતો તેથી આ અંગે રાજકોટ એરપોર્ટ ઓર્થોરીટીને જાણ કરવામાં આવી હતી. બપોરે અંદાજે 3-30 વાગ્યાના અરસામાં આ ફલાઇટનું રાજકોટ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓર્થોરીટી દ્વારા જિલ્લા વહિવટી તંત્રને જાણ કરતા ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. વિમાનમાં સવાર તમામ 194 મુસાફરોને સુરક્ષીત ઉતારી લેવામાં આવ્યા હતાં.
View this post on Instagram


