જામનગર સહિત હાલાર પંથકમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થઇ ચૂકયો છે હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાનો મુકામ જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન વીજ સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા હાલાર પંથકમાં ફરિયાદ સેન્ટરોના નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ સેન્ટરો ઉપર લોકો વીજ સમસ્યાની ફરિયાદો માટે સંપર્ક કરી શકશે.


