Wednesday, July 22, 2026
Homeરાજ્યહાલારબાઇક પરથી પડી ગયેલા વૃદ્ધનું હાર્ટએટેકથી મોત

બાઇક પરથી પડી ગયેલા વૃદ્ધનું હાર્ટએટેકથી મોત

ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતાં વૃદ્ધ તેના પુત્રની બાઇકમાં પાછળ બેસીને જતા હતા ત્યારે ધ્રોલમાં બાઇકમાંથી ઉતરતા સમયે પગ લપસી જતાં ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં હૃદયરોગનો હુમલો આવતાં બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતાં વશરામભાઇ તરશીભાઇ ચાવડા (ઉ.વ.75) નામના વૃદ્ધ ગત્ તા. 13ના રોજ બપોરના સમયે તેના પુત્ર હરસુખભાઇની બાઇક પર બેસીને જતા હતા ત્યારે ધ્રોલ ગામમાં કમલા નહેરૂ બાગ પાસે, નગરપાલિકા નજીક પહોંચ્યા ત્યારે બાઇક ઉભું રહેતાં ઉતરવા જતાં વૃદ્ધનો પગ લપસી જતાં રોડ પર પટકાયા હતા. જેમાં શરીરે ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવતાં બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર હરસુખભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. સી.જે.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular