જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે આવેલી પ્રખ્યાત હોટલના પાર્કિંગમાંથી ક્રેટા કારની તલાશી લેતાં એલસીબીની ટીમે 388 નંગ દારૂની બોટલ સાથે બે શખ્સોને દબોચી લીધાં હતાં.
દરોડાની વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે આવેલી જય માતાજી હોટલના પાર્કિંગમાં રહેલી કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની મયૂરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળા, યુવરાજસિંહ ઝાલાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન જીજે12 એફસી 4886 નંબરની ક્રેટા કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 2,71,319ની કિંમતની 388 નંગ જુદી જુદી બનાવટની દારૂની બોટલો અને રૂા. 40 હજારની કિંમતના બે મોબાઇલ ફોન તથા રૂા. આઠ લાખની કિંમતની કાર મળી કુલ રૂા. 11,11,319ના મુદ્દામાલ સાથે જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા (રહે. ભલગામણા, નાનોભાગ, તા. લિબડી, જિ. સુરેન્દ્રનગર), મહેશ છેલા જોગરાણા (રહે. સ્ટે. રોડ, લીંબડી, જિ. સુરેન્દ્રનગર) નામના બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થામાં કરણ ઉર્ફે ભાણો ભરવડા (રહે. લીંબડી, સુેરેન્દ્રનગર)ની સંડોવણી ખુલી હતી. દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરના પ્રકાશ દ્વારા સપ્લાય કરાયો હોવાન અને જામનગરમાં શાંતિનગરમાં રહેતા યશ રાવલ દ્વારા મંગાવાયો હોવાની કેફિયતના આધારે એલસીબીએ પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


