ખંભાળિયા નજીક મોટી ખોખરી ગામમાં આવેલી પવન ચકકીમાં અજાણ્યા તસ્કરોએ 15 લાખની કિંમતના ઇલે. વાયર તથા રૂા. 50 હજારની કોપર પ્લેટની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ખંભાળિયાથી આશરે 28 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામે આવેલી પાવરીકા રીન્યુએબલ ઇન્ફ્રા પ્રા. લિ. ના પવન ચક્કીના ચોક્કસ લોકેશનની બહારના ભાગે આવેલો દરવાજો ખોલી, ગત તા. 30 જૂનથી તા. 7 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો અહીં રાખવામાં આવેલા રૂ. 15 લાખની કિંમતના ઇલેક્ટ્રીક વાયર તથા રૂ. 50 હજારની કિંમતની કોપર પ્લેટની ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કંપનીના મેનેજર સ્નેહલકુમાર ચંદુલાલ પટેલ (ઉ.વ. 39, રહે. મુળ વિજાપુર, જી. મહેસાણા) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે અજાણ્યા તસ્કરો સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. જે.ટી. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.


