ખંભાળિયાના સલાયા ગેઇટ વિસ્તારમાં રહેતાં યુવાને સપ્તાહ પૂર્વે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
આ આપઘાતના બનાવની મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ગામમાં સલાયા ગેઇટ વિસ્તારમાં રહેતાં સિકંદરભાઇ લતિફભાઇ શેખ (ઉ.વ. 45) નામના યુવાને ગત્ તા. 09ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની મૃતકના પુત્ર હસન શેખ દ્વારા જાણ કરાતા ખંભાળિયા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો? તેનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.


