જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં મહિલાની દીકરી યુવક સાથે ભાગી જવાની બાબતે યુવકની માતાની પૂછપરછ કરતાં મહિલા સહિતના બે શખ્સોએ યુવતીની માતા અને પિતાને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા મારૂતિનગર, શેરી નંબર 6માં રહેતાં પાનીબેન રાણાભાઇ વાઘેલા (ઉ.વ.42) નામના મહિલાની દીકરી દિવ્યાબેન, શંકર ટેકરીમાં રહેતાં અમિત સાથે ભાગી ગઇ હતી. જેથી પાનીબેન અને તેના પતિ રાણાભાઇ શંકર ટેકરીમાં રહેતાં અમિતના ઘરે તેની દીકરી બાબતે પૂછવા ગયા હતા. જ્યાં અમિતની માતા ભાવનાબેન ભરતભાઇ ગતર અને ઢબુબેન ભરતભાઇ ગતર નામના માતા-પુત્રીએ પાનીબેન સાથે ઝપાઝપી અને માથાકૂટ કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. તેમજ, “હવે અમારા ઘરે આવશો તો, જાનથી મારી નાખશું.” તેવી ધમકી આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આ બનાવ અંગે પાનીબેન દ્વારા જાણ કરાતા હે.કો. એ. એમ. પીપરોત્તર તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે માતા-પુત્રી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધર હતી.


