Thursday, July 16, 2026
Homeરાજ્યહાલારદ્વારકા વિસ્તારના બે બુટલેગરો પાસા તળે જેલ હવાલે

દ્વારકા વિસ્તારના બે બુટલેગરો પાસા તળે જેલ હવાલે

દ્વારકાના બે બૂટલેગરો વિરૂદ્ધ કરાયેલી પાસા હેઠળની દરખાસ્ત મંજૂર કરાતા એલસીબી દ્વારા બન્ને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી અને જેલહવાલે કરવા તજવીજ હાથ ધરાઇ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દ્વારકા તાલુકાના નાગેશ્વર ગામે રહેતા રણમલભા સામરાભા ઉર્ફે સામળાભા સુમણીયા અને ટોબર ગામે રહેતા રાયદેભા ટપુભા કેર નામના બે શખ્સો સામે સ્થાનિક પોલીસ મથકમાં દારૂ અંગેના જુદા જુદા ગુનાઓ નોંધાયા હતા. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના બુટલેગરો, જુગારીઓ તેમજ અસામાજિક તત્વોને શોધી કાઢી, આ તમામ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસની આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા ટોપમોસ્ટ ગુનેગારોના ગુનાહિત ઇતિહાસની માહિતી એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

આ બંને શખ્સોની પાસા દરખાસ્ત જિલ્લા કલેકટર રાજેશ તન્ના સમક્ષ મૂકવામાં આવતા તેમણે મંજૂર કરી હતી. ત્યારબાદ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. એમ. આર. સવસેટા દ્વારા રણમલભા સામરાભા ઉર્ફે સામળાભા સુમણિયાને કચ્છ – ભુજની પાલારા ખાસ જેલ ખાતે તેમજ રાયદે ટપુભા કેરને નર્મદા જિલ્લાની રાજપીપળા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular