Tuesday, July 14, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા પંથકમાં રોયલ્ટી વગર નદીની રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટરો ઝડપાયા

ખંભાળિયા પંથકમાં રોયલ્ટી વગર નદીની રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટરો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબી પોલીસની ટીમ દ્વારા ખંભાળિયા પંથકમાં ગેરકાયદેસર રેતી ચોરી અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા સોડસલા ગામે આવેલી નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરતા ઝડપી પાડી, આ પ્રકરણમાં આઠ ટન રેતી સાથે જુદા જુદા ત્રણ ટ્રેક્ટરને ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

આ ઉપરાંત અન્ય એક ટ્રેક્ટરને પણ ખનનવાળી જગ્યાએથી ઝડપી લઈને આ સમગ્ર પ્રકરણ અંગે ધોરણસરની કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, કિશોરભાઈ નંદાણીયા, મસરીભાઈ ભારવાડીયા, દિનેશભાઈ માડમ, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર અને ખીમાણંદભાઈ આંબલીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular