કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબને સ્થાનિક પોલીસે ઝડપી લઇ રૂા. 17 હજારની કિંમતનો સામાન કબ્જે કરી ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.
આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામના રામ મંદિર પાસે, દલપતભાઇના રહેણાંક મકાનમાં પ્રવીણ પરસોત્તમ હીરપરા (ઉ.વ.50) નામનો શખ્સ મેડીકલ ડિગ્રી વગર દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી બોગસ તબીબ તરીકે એલોપથી દવાઓ આપતો હોવાની બાતમીના આધારે પીઆઇ એન. વી. આંબલિયા, પીએસઆઇ સી. બી. રાંકજા, એએસઆઇ રાજદીપસિંહ વી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા તપાસ દરમ્યાન પ્રવીણ હીરપરાને ઝડપી લઇ તેની પાસેથી એલોપેથિક દવાઓ અને મેડીકલના સાધનો મળી કુલ રૂા. 16,176ની કિંમતનો સામનો અને રૂા. 1810ની રોકડ રકમ મળી કુલ રૂા. 17,986ના મુદામાલ સાથે પ્રવીણને દબોચી લઇ તેના વિરૂદ્ધ મેડીકલ પ્રેકટીસનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


