જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપરના વિસ્તારમાં રહેતી યુવતી બ્યુટીપાર્લરમાં જવા માટે ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા થઇ ગઇ હતી. લાપત્તા થયેલી યુવતીની શોધખોળ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા હતા.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલી ગોકુલદર્શન સોસાયટી, ગેઇટ નંબર 3 પાસે, સાઇબાબાના મંદિર નજીકના વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરેથી બ્યુટીપાર્લરમાં જવાનું કહીને નીકળ્યા બાદ પરત તેના ઘરે આવી ન હતી. ત્યારબાદ પરિવાર દ્વારા લાપતા યુવતીની મિત્રવર્તુળ અને સગાસંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં યુવતીનો પત્તો લાગ્યો ન હતો. આખરે પ્રિયંકભાઇ વલ્લભભાઇ વરિયા દ્વારા સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે હે.કો. એલ. એ. જાદવ તથા સ્ટાફએ લાપત્તા થયેલી યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


