Tuesday, July 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી યુવતી ઘરેથી ચાલી જતાં લાપત્તા

જામનગરમાંથી યુવતી ઘરેથી ચાલી જતાં લાપત્તા

જામનગરમાંથી યુવતી ઘરેથી ચાલી જતાં લાપત્તા

જામનગર શહેરના 60-દિ. પ્લોટ વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરેથી જતી રહેતા લાપત્તા થયેલી યુવતીની શોધખોળ બાદ કોઇ ભાળ ન મળતાં પોલીસ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના 60, દિ. પ્લોટ વિસ્તારમાં આશાપુરા માતાજીના મંદિર પાછળ આવેલા કાનાનગરમાં રહેતાં નયનાબેન સુંદરભાઇ કટારમલ નામના પ્રૌઢાની પુત્રી તેણીના ઘરે કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી. અને ત્યારબાદ પરત ફરી ન હોવાથી પરિવારજનો દ્વારા યુવતીના મિત્રવર્તૂળો અને પરિવારના સગાંસંબંધીઓને ત્યાં યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ લાપત્તા યુવતી અંગે કોઇ જાણકારી મળી ન હતી. ત્યારબાદ નયનાબેન કટારમલ દ્વારા સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે એએસઆઇ એમ. એમ. જાડેજા તથા સ્ટાફએ યુવતીના વર્ણનના આધારે શોધખોળ માટે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular