Tuesday, July 14, 2026
Homeરાજ્યજામનગરવૃદ્ધ માતાનું મકાન અને દુકાન પચાવી પાડતી દીકરી

વૃદ્ધ માતાનું મકાન અને દુકાન પચાવી પાડતી દીકરી

શહેરની ડિફેન્સ કોલોનીમાં રહેતાં વૃદ્ધાને તેની પુત્રીએ લખનૌ બોલાવી પાછળથી માતાના મકાન તથા દુકાનમાં પ્રવેશ કરી કબ્જો જમાવી માતાને ગાળો કાઢી પ્રવેશ કર્યો તો પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની શેરી નંબર એકમાં, ટેલિકોમ અગ્રવાલની બાજુમાં રહેતાં અને જનરલ સ્ટોર્સ ચલાવતાં રજતુલબાનુ તાજમહમદ શેખ (ઉ.વ.70) નામના વૃદ્ધાને તેની દીકરી નૂરજહાંબેન જરારહુશેન શેખ નામની મહિલાએ તેની માતાને લખનૌ બોલાવી હતી. અને પાછળથી માતાની જાણ વગર તેણીના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી કબ્જો જમાવી લીધો હતો અને તેની માતાને ઇજા પહોંચાડી હતી. ઉપરાંત માતા રજતુલબાનુની માલિકીના રહેણાંક મકાન તથા દુકાનમાં બળજબરીપૂર્વક કબ્જો કરી લીધો હતો અને તેની વયોવૃદ્ધ માતાને જેમ ફાવે તેમ ગાળો કાઢી ફરીથી મકાનમાં તથા દુકાનમાં પ્રવેશ કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. પુત્રી દ્વારા ગેરકાયદેસર રીતે મકાન અને દુકાનનો કબ્જી કરી લેવાતા વૃદ્ધાએ આખરે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની જ પુત્રી નૂરજહાંબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ કે. એચ. ચાવડા તથા સ્ટાફએ માતાની ફરિયાદના આધારે પુત્રી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular