Tuesday, July 14, 2026
Homeરાજ્યહાલારસગીરાને પ્રેમઝાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાના કેસમાં નરાધમને ર0 વર્ષની કેદ

સગીરાને પ્રેમઝાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાના કેસમાં નરાધમને ર0 વર્ષની કેદ

ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવા પણ કોર્ટનો આદેશ

ધ્રોલની સગીરાને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના કેસમાં પોકસો કોર્ટ દ્વારા નરાધમ આરોપીને ર0 વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે તેમજ ભોગ બનનાર સગીરાને વળતર પેટે 4 લાખ રૂપિયા ચૂકવવા પણ પોકસો કોર્ટે આદેશ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ ફરિયાદીની 16 વર્ષની સગીર પુત્રી સાથે ધ્રોલના બાબુ રાયમલ જખાનીયા નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ આઇડીમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી ફોનમાં વાતચીત કરી સગીરાને પ્રેમઝાળમાં ફસાવી હતી. આ દરમિયાન સગીરાને ધ્રોલથી રાજકોટ અને સુરત લઇ જઇ ત્યાં ભાડે રૂમ રાખી સગીરા સાથે શરીર સંબંધ બાંઘ્યો હતો આ અંગે ભોગ બનનારના પિતા દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો. આ કેસ સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં સાક્ષીઓ, દસ્તાવેજી પુરાઓ તેમજ સરકારી વકીલની દલીલમાં આરોપી પરણીત હોવા છતાં ભોગ બનનારને પાંચ માસનો ગર્ભ રાખી દીધો હોય ડીએનએ રીપોર્ટ સહિતની બાબતો ઘ્યાને રાખી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો.

સ્પે. પોકસો કોર્ટના જજ આર.પી. મોગેરાએ આરોપીને પોકસો કલમ 4 મુજબ 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ અને પોકસો કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા અને રૂા.5000 દંડ તથા જો દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા ફટકારી છે તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular