Thursday, July 9, 2026
Homeવિડિઓરખડતા શ્વાનનો આતંક યથાવત્, ભાણવડમાં બાળકીને બચકા ભર્યા - VIDEO

રખડતા શ્વાનનો આતંક યથાવત્, ભાણવડમાં બાળકીને બચકા ભર્યા – VIDEO

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખરાવડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક ગંભીર ઘટનામાં રખડતા શ્વાને એક વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, ભાણવડના ખરાવડ વિસ્તારમાં પરપ્રાંતિય મજૂર પરિવારની એક વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી. તે દરમિયાન અચાનક રખડતા શ્વાને તેના પર હુમલો કરી આડેધડ બચકાં ભર્યા હતા. હુમલામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવારજનો તાત્કાલિક તેને ભાણવડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

- Advertisement -

તબીબોએ બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં રિફર કરી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ મહિનામાં ખરાવડ વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાની આ બીજી ગંભીર ઘટના હોવાનું સામે આવ્યું છે. સતત વધી રહેલા શ્વાનના આતંકને કારણે સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે.

- Advertisement -

સ્થાનિક લોકોએ તંત્રને રખડતા શ્વાનોના પ્રશ્ને તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવા તેમજ આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં ભરવાની માંગણી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular