Tuesday, July 7, 2026
Homeરાજ્યહાલારમાનસિક બિમારીના કારણે આર્થિક સંકળામણથી કંટાળી યુવાનની આત્મહત્યા

માનસિક બિમારીના કારણે આર્થિક સંકળામણથી કંટાળી યુવાનની આત્મહત્યા

કાલાવડ ગામમાં ઘરે ગળેફાંસો ખાધો : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

કાલાવડ ગામમાં આવેલી વિકાસ કોલોનીમાં રહેતાં યુવાનને મગજની બિમારીના કારણે કોઇ કામધંધો શકતો ન હોય તેથી આર્થિક સંકળામણથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કાલાવડ ગામમાં આવેલી વિકાસ કોલોની, આંબેડકરનગરમાં રહેતાં સાગરભાઇ ઉર્ફે ભીખો હરિભાઇ ચાવડા (ઉ.વ.26) નામના યુવાનને મગજની બિમારી થઇ હતી. તેની સારવાર પણ ચાલુ હતી. દરમ્યાન છેલ્લા બે માસથી વધારે તકલીફ થઇ ગઇ હતી. બીમારીના કારણે કોઇ કામધંધો ન હોવાથી ગૂમસૂમ રહેતો હતો. સાગરે માનસિક બિમારી અને આર્થિક સંકળામણથી કંટાળી સોમવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા હરિભાઇ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular