Monday, June 29, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મંગલધામ સોસાયટીમાં વાડામાંથી 288 નંગ વિદેશી દારૂના ચપટા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાં મંગલધામ સોસાયટીમાં વાડામાંથી 288 નંગ વિદેશી દારૂના ચપટા સાથે શખ્સ ઝડપાયો

ભીમવાસ, શેરી નંબર એક પાસે એક્ટિવામાંથી 14 દારૂના ચપલા ઝડપાયા : ધરારનગર-2માં રહેણાંક મકાનમાંથી દારૂની બોટલો ઝડપાઇ : બાજરા સંશોધન કેન્દ્ર નજીકથી બે શખ્સો દારૂના ચપલા સાથે ઝડપાયા

જામનગરમાં મારૂ કંસારા હોલની પાછળ મંગલધામ સોસાયટીમાં વાડામાંથી સિટી ‘A’ પોલીસે એક શખ્સને 288 નંગ વિદેશી દારૂના ચપટા સાથે ઝડપી લીધો હતો. જામનગરમાં ભીમવાસ, શેરી નંબર એકના ઢાળિયા પાસેથી એક્ટિવામાંથી સિટી ‘B’ પોલીસે 14 ચપલા તથા એક દારૂની બોટલ ઝડપી લઇ એક્ટિવા ચાલકની શોધખોળ હાથ ધરી હતી. શહેરના ધરારનગર-2માં રહેણાંક મકાનમાંથી પોલીસે ચાર નંગ દારૂની બોટલો ઝડપી લીધી હતી. આરોપી નાસી જતાં શોધખોળ હાથ ધરાઇ હતી. જામનગર શહેરના મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ વચ્ચેથી સિટી ‘C’ પોલીસે બે શખ્સોને દારૂના ચપલા સાથે ઝડપી લઇ મોટરસાયકલ સહિત કુલ રૂા. 57,721નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં મારૂ કંસારા હોલની પાછળ, મંગલધામ સોસાયટી, ગટરાના કાંઠે એક શખ્સના કબ્જા ભોગવટાના વાડામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘A’ પોલીસે રેઇડ દરમ્યાન રણજિતસિંહ બહાદૂરસિંહ જાડેજા નામના શખ્સને રૂા. 28,800ની કિંમતના 288 નંગ વિદેશી દારૂના પ્લાસ્ટીકના ચપટા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દરોડામાં જામનગર શહેરમાં ભીમવાસ, શેરી નંબર એકના ઢાળિયા પાસે શખ્સ દારૂની બોટલોની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે સિટી ‘B’ પોલીસે રેઇડ દરમ્યાન જીજે10 સીડી 9494 નંબરના એક્ટિવામાંથી રૂા. 5200ની કિંમતના 14 દારૂના ચપલા તથા એક દારૂની બોટલ ઝડપી લીધી હતી. દારૂની બોટલો તથા રૂા. 30 હજારની કિંમતનું એક્ટિવા સહિત કુલ રૂા. 35,200નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી હાજર ન મળી આવતાં શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

દારૂનો ત્રીજો દરોડો જામનગરના ધરારનગર-2માં એક શખ્સના રહેણાંક મકાનમાં રેઇડ દરમ્યાન સિટી ‘B’ પોલીસે રૂા. 2260ની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલો ઝડપી લીધી હતી. રેઇડ દરમ્યાન આરોપી ઇરફાન જુણેજા હાજર ન મળી આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

ચોથો દારૂનો દરોડો જામનગર સિટી ‘C’ પોલીસે મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ વચ્ચે બાજરા સંશોધન કેન્દ્રના દરવાજા પાસેથી અજય ચરણગીરી ગોસ્વામી તથા રમેશ ઉર્ફે મારૂતિ નામના બે શખ્સોને રૂપિયા 2721ની કિંમતના 6 નંગ દારૂના ચપલા તથા બોટલ સાથે ઝડપી લીધાં હતાં. દારૂની બોટલો, રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 50 હજારની કિંમતનું મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 57,721નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular