Monday, June 29, 2026
Homeરાજ્યહાલારખીમરાણા ગામમાંથી સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા

ખીમરાણા ગામમાંથી સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા

રૂા. 63,500ની રોકડ સહિત કુલ રૂપિયા 98,500નો મુદામાલ કબ્જે : શેઠવડાળામાંથી 6 મહિલાઓ સહિત 7 પત્તાપ્રેમી ઝડપાયા

જામનગરના ખીમરાણા ગામ મોરાવાડી સીમમાં પોલીસે રેઇડ દરમ્યાન સાત શખ્સોને તીનપતીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 63,500ની રોકડ સહિત કુલ રૂા. 98,500નો મુદામાલ કબ્જ કર્યો હતો. જામજોધપુરના શેઠવડાળા ગામમાંથી પોલીસે રેઇડ દરમ્યાન 6 મહિલા સહિત સાત શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. તમામને નોટીસ અપાઇ હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના ખીમરાણા ગામ, મોરાવાડી સીમમાં વાડીના શેઢા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન કિશોર મોહન માડવિયા, ભગવાનજી બેચર ધારવિયા, રણછોડ તરશી ધારવિયા, સુભાષ નારણ મકવાણા, રાકેશ તુલસી મુંગરા, ભગવાનજી ઉર્ફે રુખો ભીખા ગમારા તથા રાહુલ ઉર્ફે કદુડો બચુ ચાવડા નામના સાત શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધાં હતાં. તેમની પાસેથી રૂા. 63,500ની રોકડ, રૂા. 35 હજારની કિંમતના સાત મોબાઇલ સહિત કુલ રૂપિયા 98,500નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામજોધપુરના શેઠવડાળા ગામમાંથી સ્થાનિક પોલીસે જુગાર દરોડા દરમ્યાન મગન ધનજી લીંબડ તથા 6 મહિલાઓ સહિત કુલ સાત શખ્સોને રૂા. 14,200ની રોકડ સહિતના મુદામાલ સાથે તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લીધાં હતાં. પોલીસે આ તમામને નોટીસ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular