Saturday, June 20, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાના સીરપકાંડનો મુખ્ય સૂત્રધાર જામીન મેળવીને ફરાર બાદ પુન: ઝડપાયો

ખંભાળિયાના સીરપકાંડનો મુખ્ય સૂત્રધાર જામીન મેળવીને ફરાર બાદ પુન: ઝડપાયો

ખંભાળિયામાં વર્ષ પૂર્વે નશાકારક અને શરીરને હાનિકર્તા એવા સીરપ પ્રકરણમાં સંડોવાયેલા એક પંજાબી શખ્સને પોલીસે ઝડપી લીધા બાદ વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા ઉપરોક્ત શખ્સને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ઉત્તરાખંડના ઋષિકેશ ખાતેથી દબોચી લીધો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ વર્ષ 2024ના સમયગાળા દરમિયાન ખંભાળિયામાંથી ઝડપાયેલી નશાકારક અને શરીરને નુકસાનકર્તા એવી સીરપ પ્રકરણના નોંધાયેલા અતિગંભીર ગુનામાં પંજાબ રાજ્યના સંગરુર જિલ્લાના પ્રતાપનગર ખાતે રહેતા પંકજ બ્રિજમોહન ખોસલા આ નામના 53 વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે પોલીસે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, અદાલતમાં રજૂ કરતા અદાલતે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આ દરમિયાન કાચા કામના આરોપી એવા જામનગર જિલ્લા જેલમાં રહેલા આરોપી પંકજ બ્રિજમોહન ખોસલાએ વચગાળાના જામીન મેળવીને મુક્ત થયા બાદ નિયત સમયગાળામાં તે પરત ફર્યો ન હતો. છેલ્લા આશરે બે વર્ષથી ફરાર બની રહેલા ખંભાળિયાના સીરપકાંડના મુખ્ય સૂત્રધાર એવા ઉપરોક્ત શખ્સને ઝડપી લેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

જેને અનુલક્ષીને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા અને એમ.આર. સવસેટા દ્વારા જરૂરી વર્કઆઉટ કરી અને પેરોલ જમ્પ રહેલા આરોપીને શોધી કાઢવા એલ.સી.બી., એસ.ઓ.જી.ની જુદી જુદી ત્રણ ટીમને રાજ્ય બહાર મોકલવામાં આવી હતી. આ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને મુકેશભાઈ કેસરિયા દ્વારા વર્કઆઉટના આધારે ઉપરોક્ત શખ્સને ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ સાથે ખાતે ખાતેથી ઝડપી લઇ, કાયદેસરની કાર્યવાહી બાદ તેને પુન: જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહીમાં એલસીબી, એસઓજી તથા સલાયા મરીન પોલીસ મથકનો સ્ટાફજોડાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular