આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા જામનગર ITRA દ્વારા આજ રોજ તા.19 ને શુક્રવારે સવારે 7 વાગ્યે “રન ફોર યોગ” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદર્ભમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને યોગ દ્વારા શારિરિક અને માનસિક સમૃદ્ધિ અર્થે યોગને પોતાની જીવનશૈલીનો એક ભાગ બનાવે તે સંદેશ સાથે આ રેલી યોજવામાં આવી હતી.
View this post on Instagram
ITRAના ડાયરેક્ટ પ્રો. ડૉ. તનુજા નેસરીની અધ્યક્ષતામાં આ રેલી ડીકેવી સર્કલથી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી જેમાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.


