Thursday, June 18, 2026
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છચોટીલા પાસે કારે ઠોકર મારતાં લાંબા ગામના બાઇકસવારનું મોત

ચોટીલા પાસે કારે ઠોકર મારતાં લાંબા ગામના બાઇકસવારનું મોત

યુવાનની બાઇકને કારે પાછળથી ઠોકર મારી : ફંગોળાયેલા યુવાનને ગંભીર ઇજા : ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું : પોલીસ દ્વારા કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક એક અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માતના બનાવમાં પર પૂરઝડપે દોડતી કારના ચાલકે બાઈક સવાર યુવાનને પાછળથી જોરદાર ઠોકર મારતા કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતની વિગત પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વતની પરેશભાઈ પીઠાભાઈ ચેતરીયા નામનો યુવાન તેની બાઈક લઈને ચોટીલા નજીકથી પસાર થતો હતો. દરમિયાન હાઈવે પર પાછળથી પૂરઝડપે બેફિકરાઇથી આવી રહેલી કારના ચાલકે પરેશભાઈની બાઈકને પાછળના ભાગેથી જોરદાર ઠોકર મારી હતી. હિટ એન્ડ રનના અકસ્માતમાં કારની ટક્કર વાગતા જ પરેશભાઈ રોડ પર ફંગોળાયા હતા અને તેમને શરીરે તેમજ માથાના ભાગે અત્યંત ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે પરેશભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને હાઈવે પરના વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી અર્થે દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

લાંબા ગામના આશાસ્પદ યુવાન પરેશભાઈ ચેતરીયાના ઓચિંતા અવસાનના સમાચાર વતન પહોંચતા જ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. જુવાનજોધ દીકરાના મોતના પગલે લાંબા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular