જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોડપર ગામના પાટિયા પાસેથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે એક શખ્સને પરવાના વગરની પિસ્તોલ, એક કાર્ટીઝ તથા મોબાઇલ સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોડપર ગામના પાટિયા પાસેથી એક શખ્સ હથિયાર સાથે પસાર થવાની દિલીપભાઇ તલાવડિયા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એલસીબીના પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
View this post on Instagram
દરમ્યાન બાતમી મુજબના શખ્સને આંતરીને તલાશી લેતાં વીરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા (ખાખરબેલા-પ, તા. પડધરી, જિ. રાજકોટ) નામના શખ્સ પાસેથી રૂા. 25 હજારની કિંમતની લાયસન્સ વગરની પિસ્ટલ અને રૂા. 100ની કિંમતનો જીવંત કાર્ટીસ તથા રૂા. 5000ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 30,100ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ હથિયાર મધ્યપ્રદેશના અનિલ ભુરિયા પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


