Thursday, June 11, 2026
Homeરાજ્યહાલારરાજસ્થળીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવતીનું મોત

રાજસ્થળીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવતીનું મોત

કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામના વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતી યુવતી શૌચાલય જતી હતી ત્યારે પગમાં કોઇ ઝેરી જનાવર કરડી જતાં બેશુદ્ધ થઇ જવાથી મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. આ બનાવની મળતી વિગત મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજુગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં આવેલી ગોરધનભાઇ કોઠિયાની વાડીમાં ખેતમજૂરીકામ કરતી રસીલાબેન દિલીપભાઇ ખરાડ (ઉ.વ.24) ગઇકાલે સવારના દસ વાગ્યાના અરસામાં શૌચાલય જતી હતી તે દરમ્યાન સીમ વિસ્તારમાં ડાબા પગમાં કોઇ ઝેરી જનાવર કરડી જતાં બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ દિલીપભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ આર. વી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular