જામનગરમાં ચૌહાણ ફળી વિસ્તારમાં આવેલ ભગવાન પુરૂષોત્તમજીના મંદિરે આજે રાત્રે 8 વાગ્યે રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રૂક્ષ્મણીજીનો કરિયાવર ગોઠવાયો હતો.
જામનગર શહેરમાં હાલમાં અધિક માસ એટલે કે પાવન પવિત્ર પુરૂષોત્તમ માસની ભકિતભાવ પૂર્વક ઉજવણી થઇ રહી છે. જામનગરમાં રણજીત રોડ પર ચૌહાણ ફળી વિસ્તારમાં આવેલ ચૌહાણ ફળી રજપૂત (ખવાસ) જ્ઞાતિ સંચાલીત ભગવાન પુરૂષોત્તમજીના મંદિરમાં પુરૂષોત્તમ માસની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને અવનવા શ્રૃગાંર દર્શન યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ અધિક જયેષ્ઠ વદ અગીયારસના રૂક્ષ્મણી વિવાહના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે.
View this post on Instagram
જે અંતર્ગત આજે સવારે રૂક્ષ્મણજીનો કરિયાવર રાખવામાં આવ્યો હતો. અને મંડપ રોપણ વિધિ યોજાઈ હતી. ત્યારબાદ સાંજે 6 વાગ્યે જાન પ્રસ્થાન તથા રાત્રે 8-30 વાગ્યે હસ્તમેળાપ યોજાશે.
આ રૂક્ષ્મણી વિવાહના ધાર્મિક આયોજનમાં યજમાન તરીકે વર પક્ષમાં ગણપતભાઇ વસંતભાઇ ભટ્ટી પરિવાર તથા કન્યા પક્ષે રમણીકભાઇ બચુભાઇ બારડ પરિવાર જોડાયા છે આ આયોજનમાં સર્વે ધર્મપ્રેમી ભાઇઓ-બહેનોને જોડાવા અનુરોધ કરાયો છે.


