દ્વારકામાં આવેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ હિતેશભાઈ પીંડારિયા (ઉ.વ. 38) એ દ્વારકાના રહીશ એમ.બી. જાદવ નામના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબની ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર હિરેનભાઈ પિંડારિયાએ જણાવ્યા મુજબ આરોપી એમ. બી. જાદવએ ખૂન જેવા ગંભીર ગુનાના કેસમાં આરોપીઓના વકીલ ન હોવા છતાં આરોપીના વકીલ છે તેવી ખોટી જાહેરાત કરી આ કેસનું ન્યાયિક કાર્યવાહીમાં હાજર રહી, ભાગ લીધો હતો. આ રીતે કોર્ટમાં ખોટું બોલીને કોર્ટને ગેરમાર્ગે દોરી, ખોટી રજૂઆત કરવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણ સંદર્ભે પોલીસે બીએનએસની કલમ 242 અને 319 તથા એડવોકેટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.


