Monday, June 8, 2026
Homeરાજ્યહાલારજીએસઇસીએલમાં બનાવટી પ્રમાણપત્રના આધારે વર્ક ઓર્ડર મેળવી છેતરપિંડી

જીએસઇસીએલમાં બનાવટી પ્રમાણપત્રના આધારે વર્ક ઓર્ડર મેળવી છેતરપિંડી

જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલી જીએસઇસીએલ કંપનીમાં વીઆઇપી ગેસ્ટ હાઉસ, હાઉસ કિપીંગ અને કેટરીંગના ટેન્ડર માટે બે શખ્સોએ ખોટું બનાવટી અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરી વર્ક ઓર્ડર મેળવી રૂા. 11.47 લાખનું બિલ મંજૂર કરાવ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત પ્રમાણે જામનગર તાલુકાના સિકકા ગામમાં આવેલી ટીપીએસ કોલોનીમાં વસવાટ કરતાં દીપકકુમાર ઇશ્ર્વરભાઇ સિંધા નામના કંપનીના કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસિટી કોર્પોરેશન-સિક્કાના ટીપીએસમાં વીઆઇપી ગેસ્ટ હાઉસ, હાઉસકિપીંગ અને કેટરીંગ સર્વિસ માટે વર્ષ 2019 દરમ્યાન પી.જે.કેટરર્સના જબારસિંહ રાજપુરોહિતએ ટેન્ડર મેળવવા માટે અગાઉ અતુલ લિમિટેડમાં કામ કરતાં મહેશકુમાર રામારામ મહેતા (વલસાડવાળા) સાથે મળીને ખોટું અને બનાવટી અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરીને જીએસઇસીએલ કંપનીમાં ટેન્ડર પ્રક્રિયા માટે રજૂ કરી કંપનીના વર્ક ઓર્ડર ડબલ્યુઇ106 01 3818ના તા. 04-06-2019 થી 11 મહિનાનો વર્ક ઓર્ડર મેળવ્યો હતો અને આ બિનઅનુભવી વેન્ડર દ્વારા યોગ્ય સેવાઓ પૂરી નહીં પાડી, ડિસેમ્બર 2019 સુધીમાં રૂા. 11,47,536નું બિલ બનાવી મંજૂર પણ કરાવી લીધું હતું. આ અંગેની જાણના આધારે એએસઆઇ પી. એસ. ગોંડલિયા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular