પવિત્ર યાત્રાધામ દ્વારકામાં પુરુષોત્તમ માસની પૂનમ, રવિવારની રજા તેમજ ઉનાળુ વેકેશનનો સમય એકસાથે આવતાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેશના વિવિધ રાજ્યો તેમજ ગુજરાતના અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પહોંચ્યા હતા.
ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી મંદિર તંત્ર, પોલીસ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. દર્શન વ્યવસ્થા સુચારુ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો હતો.
View this post on Instagram
દિવસભર દ્વારકાનાં માર્ગો, બજારો અને ધાર્મિક સ્થળો ભક્તિમય વાતાવરણથી છલકાતા રહ્યા હતા અને પૂનમ નિમિત્તે દ્વારકામાં આધ્યાત્મિક ઉલ્લાસનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.


