Sunday, May 31, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહિલા પોલીસ સ્ટેશન પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી, પોલીસ મથકને નુકસાન -...

જામનગર મહિલા પોલીસ સ્ટેશન પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી, પોલીસ મથકને નુકસાન – VIDEO

વહેલી સવારે બનાવ બનતા સદભાગ્યે કોઈ જાનહાની કે ઇજા નહી

જામનગર પોલીસ અધિક્ષકની કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ મહિલા પોલીસ સ્ટેશન પાસે વહેલી સવારે એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતાં પોલીસ મથકના મકાન સહિત આસપાસના વિસ્તારોને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

- Advertisement -

મળતી માહિતી મુજબ, વૃક્ષ સીધું મહિલા પોલીસ સ્ટેશનના છાપરા ઉપર પડતાં છતના નળિયા તથા માળખું અને અન્ય ભાગોને ભારે નુકસાન થયું હતું. સાથે જ મહિલા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી દિવાલ પણ ક્ષતિગ્રસ્ત બની હતી. વૃક્ષ પડવાના કારણે નજીક આવેલા કોમ્પ્લેક્સની દિવાલને પણ નુકસાન પહોંચ્યું હતું, જ્યારે નર્સિંગ સ્કૂલની દિવાલનો એક ભાગ પણ તૂટી ગયો હતો.

- Advertisement -

મહિલા પોલીસ સ્ટેશનના મકાનને નુકસાન પહોંચતાં ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે અંદર કામ કરવું મુશ્કેલ બન્યું હતું. પરિણામે પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનની બહાર રહીને પોતાની ફરજ બજાવવા મજબૂર બન્યા હતા.

- Advertisement -

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરની ટીમ દ્વારા ભારે મહેનત બાદ ધરાશાયી થયેલા વૃક્ષને કાપી અને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મહિલાઓની સુરક્ષા અને સહાયતા માટે કાર્યરત મહિલા પોલીસ સ્ટેશનના મકાનને નુકસાન પહોંચતાં તેની સલામતી અને જાળવણી અંગે પણ સવાલો ઉભા થયા છે. સરકારી કચેરીઓના પરિસરમાં આવેલા જૂના અને જોખમી વૃક્ષોની સમયસર તપાસ અને જાળવણી કરવામાં આવે તે જરૂરી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

સદનસીબે ઘટના સમયે કોઈ વ્યક્તિ વૃક્ષની ઝપેટમાં આવી નહોતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે આ બનાવે સરકારી કચેરીઓની સલામતી અને જોખમી વૃક્ષોના સંચાલન અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular