Thursday, May 28, 2026
Homeરાજ્યહાલારપોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો, ચાલક દારૂ ભરેલી કાર મુકી નાશી ગયો

પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો, ચાલક દારૂ ભરેલી કાર મુકી નાશી ગયો

ખીમરાણાની દીવાલ સાથે કાર અથડાઇ : ચાલક કાર મૂકી પલાયન : કારમાંથી 4704 નંગ દારૂના ચપટા કબ્જે : પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા દારૂ અને કાર મળી રૂા. 11,05,600નો મુદામાલ કબ્જે

જામનગર તાલુકાના ફલ્લા ગામથી ખીજડિયા બાયપાસ તરફ કારમાં દારૂનો જથ્થો આવતો હોવાની બાતમીના આધારે પોલીસે પીછો કરતાં કાર ખીમરાણા નજીક દીવાલ સાથે અથડાતા ચાલક કાર મૂકી નાશી ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી 4704 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા અને કાર સહિતનો મુદામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ફલ્લા ગામથી ખીજડિયા બાયપાસ તરફ ઇનોવા કારમાં દારૂનો જથ્થો આવતો હોવાની પીએસઆઇ એ. આર. પરમાર, એએસઆઇ નિર્મળસિંહ બી. જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, હે.કો. હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખીમાણિયા, સંદીપભાઇ પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસસપી પીયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. એન. શેખ, પીએસઆઇ એ. આર. પરમાર, એએસઆઇ નિર્મળસિંહ બી. જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, રામદેવસિંહ જાડેજા, પો.કો.હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખીમાણિયા, સંદીપભાઇ પરમાર સહિતના સ્ટાફએ વોચ ગોઠવી હતી.

દરમ્યાન બાતમી મુજબની જીજે10 બીજી 3234 નંબરની કાર ફલ્લાથી આવતી નજરે ચઢતાં પોલીસે ખાનગી આડશ ઉભી કરી હતી અને કારને રોકવા જણાવ્યું હતું, પરંતુ ચાલકે કાર પુરપાટ સ્પીડે ચલાવી નાશી જતાં પોલીસે કારનો પીછો કર્યો હતો. ત્યારબાદ કાર ખીમરાણા ગામની સરકારી શાળા પાછળના રસ્તે આવેલી દીવાલ સાથે અથડાતા ચાલક કાર મૂકી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે તલાશી લેતાં કારમાંથી રૂા. 7,05,600ની કિંમતના 4704 નંગ ઇંગ્લીશ દારૂના ચપટા મળી આવતાં રૂા. 4 લાખની કિંમતની કાર સાથે કુલ રૂા. 11,05,600ની કિંમતનો મુદ્ામાલ કબ્જે કરી નાશી ગયેલા ચાલકની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular