Monday, May 25, 2026
Homeરાજ્યજામનગરવસઇ નજીક ટ્રકએ પાછળથી ઠોકરે ચઢાવતા બાઇકચાલક પ્રૌઢનું મોત

વસઇ નજીક ટ્રકએ પાછળથી ઠોકરે ચઢાવતા બાઇકચાલક પ્રૌઢનું મોત

જામનગર તાલુકાના વસઇ ગામ નજીક મોદી સ્કૂલની સામેના રોડ પરથી રિલાયન્સમાં કામ પૂર્ણ કરી ઘરે આવી રહેલા પ્રૌઢના બાઇકને પાછળથી ફૂલ સ્પીડમાં આવી રહેલા ટ્રકએ ઠોકર મારતાં અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના મયૂરનગર, પાણાખાણ વિસ્તારમાં પ્રજાપતિની વાડીની બાજુમાં રહેતાં બહાદૂરસિંહ ટપુભા જાડેજા (ઉ.વ.56) નામના પ્રૌઢ રિલાયન્સ કંપનીમાં તેનું કામ પૂર્ણ કરી તેના પ્લેટીના બાઇકમાં ઘર તરફ આવતા હતા ત્યારે વસઇ ગામ નજીક મોદી સ્કૂલ સામેના હાઇવે રોડ પર પહોંચ્યા તે સમયે પાછળથી પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા અજાણ્યા ટ્રકચાલકે બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં પ્રૌઢને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું શનિવારે મોત નિપજયા અંગેની મૃતકના પુત્ર સહદેવસિંહ દ્વારા જાણ કરવામાં આવતા પીઆઇ ડી. બી. પટેલ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular