Saturday, May 23, 2026
Homeવિડિઓલાંબા ટ્રાફિક જામથી પરેશાન લોકો માટે રાહત, લોકપ્રતિનિધિએ મેદાને ઉતરી સંભાળ્યો ટ્રાફિક...

લાંબા ટ્રાફિક જામથી પરેશાન લોકો માટે રાહત, લોકપ્રતિનિધિએ મેદાને ઉતરી સંભાળ્યો ટ્રાફિક – VIDEO

લાલપુર ખાતે બાયપાસ વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા લાંબી વાહનોની કતારો લાગી હતી. રસ્તા પર વાહનોની અવરજવર વધતા એક સમયે પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની ગઈ હતી. ટ્રાફિક પોલીસની ગેરહાજરી વચ્ચે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

- Advertisement -

આ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સભ્ય રમેશ સુતરીયા પોતે જ મેદાને ઉતરી આવ્યા હતા. કોઈ પ્રોટોકોલ કે દેખાવ વગર તેમણે સ્વયંસેવક બનીને રસ્તા પર ઉભા રહી ટ્રાફિક કંટ્રોલ શરૂ કર્યું હતું.

રમેશભાઈ સુતરીયાએ રસ્તા પર ઉભા રહી વાહનોને યોગ્ય દિશામાં પસાર કરાવ્યા, ભારે વાહનોને સાઇડમાં રાખી નાના વાહનોને માર્ગ આપ્યો અને ધીમે ધીમે જામની સ્થિતિ દૂર કરી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. તેમના આ પ્રયાસથી થોડા જ સમયમાં ટ્રાફિક સામાન્ય બનતા વાહનચાલકો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisement -

સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો કે સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં લોકો પ્રશાસનને દોષ આપતા જોવા મળે છે, પરંતુ અહીં એક લોકપ્રતિનિધિ ખુદ રસ્તા પર ઉતરી લોકોની સમસ્યા દૂર કરવા કાર્યરત જોવા મળ્યા હતા.

“ખરા અર્થમાં જનસેવા એ જ કહેવાય કે જ્યારે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે નેતા પોતે આગળ આવી કામગીરી કરે.”

- Advertisement -

લાલપુરમાં સર્જાયેલી આ ઘટના બાદ રમેશ સુતરીયાના આ કાર્યની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે અને લોકો તેમના આ સેવાભાવી અભિગમને બિરદી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular