Saturday, May 23, 2026
Homeરાજ્યજામનગરગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ કાબુમાં લેવા ફાયર વિભાગની અનોખી વ્યવસ્થા - VIDEO

ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ કાબુમાં લેવા ફાયર વિભાગની અનોખી વ્યવસ્થા – VIDEO

રેલવે ટ્રેક નીચેથી પાઇપલાઇન પસાર કરી ઝડપી પાણી પુરવઠો પહોંચાડાયો

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા ડમ્પિંગ પોઈન્ટ ખાતે લાગેલી આગને કાબૂમાં લેવા માટે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા વિશેષ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આગ બુઝાવવાની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બને તે માટે ફાયર વિભાગે રેલવે ટ્રેક નીચેથી ખાસ પાઇપલાઇન પસાર કરી સ્થળ સુધી સતત પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરી હતી.

- Advertisement -

ફાયર ઓફિસર જયવીર સિંહ રાણા, અનવર ગજ્જણ વગેરેના જણાવ્યા મુજબ આગના કારણે કચરાના વિશાળ ઢગલાઓ અંદરથી સતત ધૂંધવાતા રહેતાં આગ કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે નજીકના પાણીના સ્ત્રોતમાંથી સીધો અને ઝડપી પાણી પુરવઠો મળી રહે તે માટે વિશેષ આયોજન હાથ ધર્યું હતું.

- Advertisement -

ફાયર વિભાગ દ્વારા ગુલાબનગર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના પાણીના ટાંકા પાસે એક ફાયર ફાઇટરને સ્ટેન્ડબાયમાં તૈનાત રાખવામાં આવ્યો હતો. ત્યાંથી સતત પાણીનું પ્રેશર જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ઉપરાંત રેલવે ટ્રેક નીચેથી લાંબી પાઇપલાઇન પસાર કરી સીધું આગના સ્થળ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ નવી વ્યવસ્થાના કારણે આગ બુઝાવવાની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ સફળતા મળી રહી છે, અને આગ પર ઝડપથી કાબૂ મેળવવામાં સહાય મળી રહી છે. હાલ પણ ફાયર બ્રિગેડની ટીમો સતત સ્થળ પર રહી કામગીરી બજાવી રહી હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular