જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં ચા પીવા ગયેલા યુવાનને બે શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી યુવાનની કારમાં ટેન્કર અથડાવી નુકસાન પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના ગરીબનગર, પાણા ખાણમાં રહેતો અખ્તર હારૂનભાઇ વાંઢા નામનો યુવાન ગઇકાલે તેના પિતરાઇ સાથે પિતરાઇની જીજે12 એફએફ 4403 નંબરની કારમાં હોટલે ચા પીવા જતાં હતા ત્યારે રસ્તામાં ટેન્કરચાલકે કારની બાજુમાંથી ચલાવતાં અખ્તરે જોઇને ચલાવવાનું જણાવ્યું હતું. જેથી ટેન્કરચાલક સદ્દામ ઉર્ફે સદ્ામડો ચોર અને આઝાદ ઉર્ફે અઝલો નામના બે શખ્સોએ ટેન્કર ઉભું રાખી અખ્તરને, “આજ પછી મને જોઇને ચલાવવાનું કહીશ તો તેને પતાવી દઇશ.” તેવી ધમકી આપી હતી. તેમજ સદ્ામે પાણીનું ટેન્કર રિવર્સમાં લઇ કારના આગળના બોનેટમાં ટેન્કર અથડાવી નુકસાન કર્યું હતું. તેમજ અખ્તરના ઘરની બહાર રહેલા મોટરસાયકલને પાણીના ટેન્કર વડે ઠોકર મારી નુકસાન કર્યું હતું.
View this post on Instagram
આ બનાવ અંગેની અખ્તર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


