Tuesday, May 19, 2026
Homeરાજ્યહાલારસમાણા નજીક કારએ ઠોકરે ચઢાવતાં બાઇક ચાલકનું મોત

સમાણા નજીક કારએ ઠોકરે ચઢાવતાં બાઇક ચાલકનું મોત

જામજોધપુર તાલુકાના સમાણાથી નરમાણા તરફના માર્ગ પર પૂરપાટ આવતી કારએ બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સમાણા ગામથી નરમાણા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા સુરાપુરા દાદાના મંદિર નજીકથી પુરપાટ આવી રહેલી જીજે03 એલએમ 5085 નંબરની કારના ચાલકે બાઇક ચાલક સલીમભાઇને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં બાઇકસવારને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સલીમભાઇનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની અસલમભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. આર. સાગઠિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular