જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન ત્રણ મહિલા સહિત નવ શખ્સોને રૂા. 11,720ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાંથી જુગાર રમતાં સાત શખ્સોને રૂા. 16,200ની રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના પરડવા ગામની ભાણપર સોસાયટીમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન સવજી રૂડા વિંઝુડા, પરેશ વલ્લભ કટારિયા, ઇસ્માઇલ મામદ ઝખરાણી, રામ બાબુ ગાંગડિયા, બાવનજી મંગા પઢાસણિયા, વિશાલ ગોવિંદ ગુજરાતી અને ત્રણ મહિલા મળી કુલ નવ શખ્સોને રૂા. 11,720ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી આરંભી હતી.
બીજો દરોડો કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં કારા છીપરા વાડી સીમમાં આવેલી કેનાલના કાંઠે તીનપત્તીનો જુગાર રમતાં જયસુખ રતનગીરી ગોસ્વામી, સલીમ ઇસ્માઇલ ખીરા, પ્રવીણસિંહ પ્રતાપસિંહ જાડેજા, રાજુ લીંબા અજાણ, ચંદ્રકાંત લાભશંકર જોષી, કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ મહોબ્બતસિંહ જાડેજા નામના સાત શખ્સોને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 16,200ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.


