Saturday, May 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પોલીસ દ્વારા ડાર્ક ફિલ્મ દૂર કરવા સઘન ઝૂંબેશ....- VIDEO

જામનગરમાં પોલીસ દ્વારા ડાર્ક ફિલ્મ દૂર કરવા સઘન ઝૂંબેશ….- VIDEO

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે કોઈ ઈચ્છાની બનાવ “ન” બને તે માટે તેઓ કાર્યવાહી કરતા હોય છે ત્યારે, આજે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જીલ્લા તમામ પોલીસ મથકને ટ્રાફિક ડ્રાઇવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

- Advertisement -

જેના અનુસંધાને જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની રાહબારી હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા ની સુચના થી દરબારગઢ પોલીસ ચોકી ના પીએસઆઇ વી.આર.ગામેતી સહિત સ્ટાફ દ્વારા મહાપ્રભુજી ની બેઠક નજીક ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં સંખ્યાબંધ લોકો પાસેથી રૂા.5600 દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ૪ થી વધુ ‘ડાર્ક ફિલ્મ’ લગાવેલ મોટરકાર પર દંડ આપી દૂર કરવામાં આવી હતી. સિટી-એ ડિવિઝન પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular