Monday, May 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરની ઠેબા ચોકડી....કે....અકસ્માત ચોકડી!! - VIDEO

જામનગરની ઠેબા ચોકડી….કે….અકસ્માત ચોકડી!! – VIDEO

જામનગર શહેર નજીક આવેલી ઠેબા ચોકડી પર અવારનવાર અકસ્માતો બનતા જાય છે. આ ચોકડીએ ટ્રાફિકજામની સમસ્યા લગભગ દરરોજ બનતી હોય છે.

- Advertisement -

આ ટ્રાફિકજામના કારણે પણ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાત્રિના સમયે જામનગર નજીક આવેલી ઠેબા ચોકડી પાસેના પેટ્રોલ પંપ નજીક એકસાથે પાંચથી વધુ વાહનોને પૂરપાટ બેફિકરાઇથી આવી રહેલા ટ્રકચાલકે હડફેટ લેતાં બાઇકચાલકને ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. બનાવની જાણના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ટ્રકચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular