જામનગર શહેરમાં આવેલી આયુર્વેદિક કોલોનીમાં રહેતી મહિલા દ્વારા દારૂનું વેચાણ કરાતા સ્થળે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન 125 બોટલ દારૂ અને 172 નંગ ચપલા સહિત કુલ રૂપિયા 2.13 લાખનો મુદામાલ કબ્જે કરી મહિલા બૂટલેગરની શોધખોળ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી આયુવેર્દિક કોલોનીમાં સી બ્લોક નંબર 16માં રહેતાં આશાબા ઉર્ફે આશુબા અનિરૂદ્ધસિંહ સોઢા નામના મહિલા દ્વારા તેના ઘરે દારૂનો જથ્થો વેચાણ માટે ઉતર્યો હોવાની અજયસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના નેજા હેઠળ પીઆઇ એન. એમ. ગઢવી, પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, જયપાલસિંહ જાડેજા, પો.કો. અજયસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, કપિલભાઇ ગુજરિયા સહિતના સ્ટાફએ રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન પોલીસે ઘરની તલાશી લેતાં તેમાંથી રૂા. 1,53,600ની કિંમતની 125 બોટલ ઇંગ્લીશ દારૂ અને રૂા. 60,200ની કિંમતના 172 નંગ ચપલા સહિત કુલ રૂા. 2,13,800ની કિંમતની કુલ 297 બોટલ દારૂ અને ચપલા કબ્જે કરી મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


