Saturday, May 16, 2026
Homeરાજ્યજામનગરઆજે શનિશ્વર જયંતીએ શનિદેવના દર્શન કર્યા...? - VIDEO

આજે શનિશ્વર જયંતીએ શનિદેવના દર્શન કર્યા…? – VIDEO

હાથલામાં શનિ જયંતીની ઉજવણી : દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ : જામનગરમાં શનિ જયંતીની ઉજવણી

શનિદેવના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત ભાણવડ તાલુકાના હાથલા ગામે આજરોજ શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

શનિ જયંતિનો પાવન દિવસ હોય વહેલી સવારથી જ ભકતોની ભીડ ઉમટી હતી. ભકતોએ પૂજા-અર્ચના, અભિષેક અને શનિદેવના જાપ કર્યા હતાં. હાથલા શનિદેવના મંદિરે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શનિ જયંતિ નિમિતે હાથલામાં શ્રઘ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય વહિવટી તંત્ર દ્વારા પણ પાર્કિંગ, પીવાના પાણી, પોલીસ બંદોબસ્ત સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. ભકતોએ જય શનિદેવના જય ઘોષ સાથે દર્શન કરી શનિદેવને તેલથી અભિષેક કરી શનિદેવની કૃપા મેળવવા પ્રાથના કરી હતી. આ ઉપરાંત આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી, લોક ગાયક ભૂમિ આહિર દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે.

- Advertisement -

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિરમાં પણ શનિ જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી અંતર્ગત વિશિષ્ટ અભિષેક, હવન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શનિશ્વર જયંતી નિમિત્તે ભક્તો દ્વારા શનિદેવન પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular