NEET પરીક્ષા રદ્દ થતાં જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ડીકેવી સર્કલ પાસે લોકોમાં ઝાલમુડી વહેંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી.
NEET પરીક્ષા રદ્દ થવાના મુદ્દે જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં કાર્યકરોએ જનતાને ઝાલમુડી વહેંચી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ખેલ સામે સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. AAPના આગેવાનો એ આરોપ લગાવ્યો હતો. કે પરીક્ષા વ્યવસ્થાની બેદરકારીના કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર સાથે પારદર્શક પરીક્ષા વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
View this post on Instagram


