જામનગર મહાનગરપાલિકા દ્વારા ડીમોલીશન કામગીરીનો ફરી પ્રારંભ કરાયો છે. શહેરના સાધના કોલોની પાછળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આજે સવારે એસ્ટેટ શાખાની ટીમ પહોંચી હતી. અને ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામો વિરૂઘ્ધની કાર્યવાહીનો ફરી એક વખત પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના સાધના કોલોની પાછળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે આજે સવારે જેસીબી સહિતના સાધનો સાથે એસ્ટેટ શાખાની ટીમ પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત સાથે અંદાજીત રૂપિયા 3 કરોડથી વધુની કિંમતની જગ્યા ખુલ્લી કરાવાઇ હતી. જેમાં 3 પાકા બાંધકામો, બે કોર્મશીયલ બાંધકામ તથા એક વાડો સહિતના દબાણોની પાડતોડ કરવામાં આવી હતી.
View this post on Instagram
આ ડીમોલીશન દરમિયાન વૃઘ્ધ દંપતિ દ્વારા ડીમોલીશન કામગીરીનો વિરોધ કરવામાં આવતા તંત્ર સાથે રકઝક થઇ હતી. જેને પગલે પોલીસ દોડી ગઇ હતી. અને સમજાવટ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સામાન જપ્ત કરી ત્યારબાદ દબાણો હટાવી ડીમોલીશન કરવામાં આવ્યું હતું.


