બુધવારે સાંજે ઉત્તરપ્રદેશમાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો હતો. મિર્ઝાપુર, ભદોહીથી કાનપુર દેહાત અને કૌશાંબી સુધી ભારે વિનાશ સર્જાયો હતો. વૃક્ષો ઉખડી જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જ્યારે વીજ થાંભલા ધરાશાયી થવાને કારણે ઘણાં વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ત્યારે આ વાવાઝોડાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવકનો હવામાં ઉડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
બરેલીના ભમોરા વિસ્તારના બમિયાનામાં ભારે વાવાઝોડા અને વરસાદ દરમિયાન એક યુવક ટીન શેડ સાથે હવામાં ઉડી ગયો હતો. યુવકનો હવામાં ઉડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતમાં યુવકના હાથ-પગ ભાંગી ગયા છે જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
View this post on Instagram


