જામનગરના ખોડિયાર કોલોની પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન દ્વારા તલવાર વડે હુમલો કર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ ઉઠવા પામી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના સ્વામી નારાયણનગર, ગરબી ચોકમાં રહેતા રૂદ્રભાઇ રજનીશભા રાઠોડને મહાવીરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ સાથે મિત્રતા હોય મહાવીરસિંહને જયદીપસિંહ ઉર્ફે બંદૂક જાડેજા સાથે ઘણા સમયથી ઝઘડો ચાલતો હોય ફરિયાદી તેના મિત્ર મહાવીરસિંહની એક્ટિવા લઇને જતા હોય તા. 11ના રાત્રિના સમયે આરોપી જયદીપસિંહ પોતાનું મોટર સાયકલ લઇ આવી તલવાર કાઢી ફરિયાદી ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેમ ફાવે તેમ અપશબ્દો બોલી, “મહાવીરસિંહ સાથે મિત્રતા રાખીશ તો તને જાનથી મારી નાખીશ.” તેવી ધમકી આપી હતી. આ હુમલામાં ફરિયાદીને સારવારઅર્થે ખસેડાયા હતા.
આ અંગે રૂદ્રભાઇ રાઠોડ દ્વારા જયદીપસિંહ ઉર્ફે બંદૂક જાડેજા વિરૂદ્ધ સિટી ‘સી’માં ફરિયાદ નોંધી પીએસઆઇ કે. એચ. ચાવડા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


