Tuesday, May 12, 2026
HomeવિડિઓViral Videoરૂંવાડા ઉભા કરી દેતાં દ્રશ્યો કેમેરામાં કેદ : ગીર જંગલની ઘટનાનો વિડીઓ...

રૂંવાડા ઉભા કરી દેતાં દ્રશ્યો કેમેરામાં કેદ : ગીર જંગલની ઘટનાનો વિડીઓ વાયરલ

ગીરના જંગલનો એક વીડિયો હાલમાં જબરદસ્ત વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, જંગલ સફારીનો આનંદ માણવા માટે આવેલા પ્રવાસીઓની જિપ્સી પાછળ એક સિંહણ હતી. પ્રવાસીઓ તેને જોઈને આનંદ માણી રહ્યા હતાં. ત્યારે અચાનક જ સામે આવેલી ગાય પર સિંહણે પલકવારમાં તરાપ મારી હતી. પ્રવાસીઓની નજર સામે જ સિંહણે શિકાર દબોચી લેતા વાતાવરણમાં ડર વ્યાપી ગયો હતો. જંગલના આ રૌદ્ર સ્વરૂપને જોઈને પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

- Advertisement -

ગુજરાતમાં ગીરના જંગલમાં ફરવા માટે આવતા પ્રવાસીઓ માટે સિંહ જોવાની મજા કંઈક જુદી જ છે ગુજરાતનું ઘરેણું કહેવાતા સાવજોનું સંવર્ધન અને સુરક્ષા પણ એ જ રીતે થઈ રહી છે. ત્યારે ગીરના જંગલમાં સિંહના શિકારનો એક લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેને પ્રવાસીઓ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતાં.

- Advertisement -

સિંહણે ગાય પર હુમલો કર્યાની ગણતરીની સેકન્ડોમાં જ અન્ય એક સિંહ પણ ત્યાં પહોંચી ગયો હતો અને તે પણ ગાય પર તૂટી પડ્યો હતો. પ્રવાસીઓએ આ આખી ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. શિકાર કરવાની સિંહોની આ શૈલી જોઈને સફારી કરી રહેલા લોકો અચંબિત થઈ ગયા હતા. સાસણ ગીરના ઈતિહાસમાં આવી લાઈવ હંટિંગની ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે જંગલમાં સિંહો આરામ કરતા જોવા મળતા હોય છે, પરંતુ આ રીતે પ્રવાસીઓની હાજરીમાં જ શિકાર કરવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જગાવ્યું છે. ઉલ્લેખનયી છે કે જંગલી જાનવરો ક્યારે આક્રમક બને તે નક્કી હોતું નથી, તેથી અંતર જાળવવું અત્યંત અનિવાર્ય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular